મુખપૃષ્ઠ
યોગદાનની શરૂઆત કેવી રીતે કરવી તે જાણવા માટે અમારા સમાવેશ માટેની નીતિ અને મદદ માટેનાં પાનાં જુઓ તથા શું-શું યોગદાન કરી શકાય તેમ છે તે જાણવા માટે સમુદાય પ્રવેશિકાની મુલાકાત લો.
શ્રેણીઓ • મદદનાં પાનાં • સૂચિ • જાહેર ઇનકાર • સભાખંડ • દાન (ફાળો) • સમુદાય પ્રવેશિકા • સમાચાર
જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો |
૦-૯ | અ | આ | ઇ | ઈ | ઉ | ઊ | એ | ઐ | ઓ | ઔ | અં | ક | ખ | ગ | ઘ | ઙ | ચ | છ | જ | ઝ | ઞ | ટ | ઠ | ડ | ઢ | ણ |
શ્રેણી | ત | થ | દ | ધ | ન | પ | ફ | બ | ભ | મ | ય | ર | લ | વ | શ | ષ | સ | હ | ક્ષ | ત્ર | જ્ઞ | ઋ | ૠ | ૐ | શ્ર | અઃ |
રૂપક કૃતિ
પ્રતિમાઓએ ઝવેરચંદ મેઘાણીએ ૧૯૩૪માં લખેલું એક વાર્તા સંગ્રહ છે.
શ્રી નાથાલાલ દોશીની કાંઈક લખવાની પ્રેરણાને પ્રરણાને માન આપીને શ્રી ઝવેરચંદ મેઘાણીએ તે સમયના જાણીતા અંગ્રેજી ચિત્રપટનો આધાર લઈને આ ટૂંકી વાર્તાઓ રચી છે. 'સિન ઑફ મૅડલીન ક્લૉડૅટ', 'બૅકસ્ટ્રીટ', 'ધ મૅન આઈ કિલ્ડ', 'મૅડમ બટરફ્લાય', 'ધ સીડ', '20,000 યર્સ ઈન સિંગ સિંગ', 'ડૉ. જેકિલ ઍન્ડ મિ. હાઈડ', 'સિટીલાઈટ્સ’, 'ધ ક્રાઉડ' જેવા ચિત્રપટો ને આધારે આ કથાઓ રચાઈ છે. 'સાત જન્મો સુધી.' સ્ત્રી-હૃદયનો આ સનાતન પ્રશ્નઃ અને પુરુષની જીભનો આ નિત્ય નવીન હાજરજવાબઃ ને પછી એક ગાઢ આલિંગન, એક માતેલું ચુંબનઃ એવી ઇંદ્રજાળ વડે જગતભરની જુવાની પોતાના સંસારનું મંગલાચરણ કરે છે. અને પછી ?... પછી જોતજોતામાં તો આલિંગનની જગ્યાએ અસ્થિપિંજરો ઊભાં થાય છે અને ચુંબનોએ મઢેલા એ ગાલોમાં ઊંડી ખાઈઓ ખોદાય છે. 'તું મને નિરંતર ચાહીશ ?' – 'સાત સાત જન્મો સુધી.' એ જ કોલ વડે એક દિવસ બે જુવાનિયાંનાં જીવતર જોડાયાં. દેશાવરથી ભણવા આવેલો એક જુવાન એક મુગ્ધ કન્યાને એના બાપના ઘરની પાછલી બારીએથી કુદાવીને એ ગંજાવર શહેરના છેટા લત્તામાં લઈ ગયો. પોતે ચિત્રકાર હતો, એટલે પેટગુજારાને માટે સ્ટુડીઓ ઉઘાડ્યો. પતિનું દોરેલ એક ચિત્ર ગોઠવીને એ ચિત્રકાર-પત્ની બેઠી હતી. કલાના ખેરખ્વાહ કૈંક ધનપતિઓ આ શહેરમાં વસે છે અને અનેક ચિત્રના હજારો રૂપિયા ચૂકવી જાય છે એવું એ સ્ત્રીએ સાંભળ્યું હતું. એવા એકાદનું આગમન રટ્યા કરતાં આ બન્ને જણાં લગભગ અરધાં ભૂખ્યાં ઊંઘી જતાં. લાંબી નિદ્રા ભૂખ્યાં જઠરની આગ ઉપર રાખના ભારણ સમી ઉપકારક નીવડતી. |
મુખ્ય શ્રેણીઓ |
તાજી ઉમેરેલી કૃતિઓ
|
સહકાર્યઅમે ઈચ્છીએ છીએ કે આ એક વ્યક્તિગત કાર્ય ન રહેતા આપણા સહુનું સહિયારું સ્વપ્ન બની રહે અને તેને માટે સહુ કોઈનો સાથ અને સહકાર અગત્યનો છે. સાથે સાથે એટલું જ અગત્યનું છે સહકાર્ય. હા, સહકાર્ય, આપણા સહુ દ્વારા અને સાહિત્યના ક્ષેત્રમાં કાર્યરત અનેકવિધ સંસ્થાઓ દ્વારા. આ માટે આપણે આવી સંસ્થાઓ, પુસ્તકાલયો અને પ્રકાશનગૃહો સાથે સહકાર સાધીને તેમને સાથે લઈ ચાલવું રહેશે. શું આપ આ કાર્યમાં અમારી મદદ કરી શકો તેમ છો? આપ એવી કોઈ સંસ્થાને કે સંસ્થાના પ્રતિનિધીને ઓળખો છો જે આ મુક્ત સાહિત્યસ્રોતમાં તેમની પાસે રહેલું પ્રકાશનાધિકારથી મુક્ત સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થઈ શકે? જો આનો ઉત્તર હા હોય તો અત્યારે જ અહીં તે વિષે અમને જણાવો જેથી આપણે આગળ તેની ચર્ચા કરી શકીએ. હાલની સહકારી કાર્ય યોજનાહાલમાં આ જ સહકારી કાર્ય યોજના અંતર્ગત અમે પ્રહ્લાદ બ્રહ્મભટ્ટની રચના નેતાજીના સાથીદારો પર કાર્ય કરી રહ્યા છીએ. જો આપ પણ આ સહકાર્યમાં જોડાઈને યોગદાન કરવા ઈચ્છતા હોવ તો આપને ભાવભર્યું આમંત્રણ છે. આપની ઈચ્છા સહકાર્ય સૂચિ પાનાં પર જણાવો. આ કાર્યયોજનાના સંચાલકશ્રી આપનો સંપર્ક કરીને આપને પૂરતું માર્ગદર્શન આપશે. |
વિકિસ્રોતની અન્ય સહપરિયોજનાઓવિકિસ્રોત વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે :
|